Gujarati

GUJARATI


લીફે  ગોએસ  ફાસ્ટ !  વ્હેરે  ડો  યોં  ગો  અફ્તેર  દેઅથ ? ડો  નોટ  લોસે યોઉર  હોપે !

Mark  14
61. પણ ઈસુ કાંઇ બોલ્યો નહિ, તેણે કોઈ ઉત્તર આપ્યો નહિ. તે પ્રમુખ યાજકે ઈસુને બીજો એક પ્રશ્ન પૂછયો: “શું તું સ્તુતિમાન દેવનો પુત્ર ખ્રિસ્ત છે?
62. ઈસુએ ઉત્તર આપ્યો, “હા, હું દેવનો પુત્ર છું અને ભવિષ્યમાં તમે માણસના પુત્રને તેના (દેવ) પરાક્રમની જમણી બાજુએ બેઠેલો જોશો. અને તમે માણસના પુત્રને આકાશનાં વાદળો પર આવતો જોશો.

Luke 4
40. સંધ્યાકાળે ઘણા લોકો તેઓના માંદા મિત્રોને લઈને ઈસુ પાસે આવ્યા. તે બધા વિવિધ પ્રકારના રોગીઓ હતા. ઈસુએ દરેક માંદા માણસના માથે હાથ મૂક્યો અને તે સર્વને સાજા કર્યા. 
41. ઈસુની આજ્ઞાથી ઘણા લોકોમાંથી ભૂતો નીકાળ્યાં. તેઓ ઘાંટો પાડીને કહેતાં હતા કે, “તું દેવનો દીકરો છે.” પરંતુ ઈસુએ તે બધાને ખૂબ ધમકાવ્યા અને તેમને બોલવા દીધા નહિ. તેઓને ખબર હતી કે ઈસુ એ ખ્રિસ્ત છે.

Matthew  28
18. ઈસુ તેમની પાસે આવ્યો અને કહ્યું, “આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.

Luke  9
18. એક વખત ઈસુ એકાંતમાં પ્રાર્થના કરતો હતો. તેના શિષ્યો ભેગા થઈને ત્યાં આવ્યા. ઈસુએ તેઓને પૂછયું, “હું કોણ છું તે વિષે લોકો શું કહે છે?”
19. શિષ્યોએ ઉત્તર આપ્યો, “કેટલાએક લોકો કહે છે કે તું યોહાન બાપ્તિસ્ત છે. બીજા કેટલાએક કહે છે તું એલિયા છે અને કેટલાએક લોકો કહે છે; તું પ્રાચિન પ્રબોધકોમાંનો એક છે અને ફરી સજીવન થઈને આવ્યો છે.”
20. પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “અને હું કોણ છું એ વિષે તમે શું કહો છે?” પિતરે ઉત્તર આપ્યો, “તું દેવનો ખ્રિસ્ત છે.”
21. ઈસુએ તેઓને કોઈને પણ નહિ કહેવા માટે ચેતવણી આપી.
22. પછી ઈસુએ કહ્યું, “માણસના દીકરાએ સહન કરવું પડશે. મોટા યહૂદિ વડીલો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ તેનો અસ્વીકાર કરશે. માણસના દીકરાને મારી નાખવામાં આવશે. પણ ત્રણ દિવસ પછી તે મૃત્યુમાંથી ઊભો થશે.”

John  14
29. મેં હમણાં તમને આમ કહ્યું તે બનતા પહેલા કહ્યું છે. પછી જ્યારે તે બનશે, ત્યારે તમે વિશ્વાસ કરશો.






     http://ge.tt/8JIsdbB?c       Gujarati Bible  ઈશ્વરની શબ્દ (download)


Gujarati Bible  ઈશ્વરની શબ્દ  AUDIO - MP3 (download)
http://www.4shared.com/rar/wFqLaMfq/Gujarati_-_Audio_MP3.html








પ્રશ્ન : શું ઇસુ ભગવાન છે ? શું ઇસુએ ક્યારેય પણ એ દાવો કર્યો કે એ ભગવાન છે ?

જવાબ : ઇસુએ ક્યારેય ચોક્કસ શબ્દોમાં બાઇબલમાં નથી કહ્યું કે, “હું ભગવાન છું.” એનો અર્થ એ નથી કે, તેમ છતાં, એવું જાહેર નથી કર્યું કે તે ભગવાન છે. જહોન 10:30માં ઇસુનાં શબ્દો ઉદાહરણ તરીકે લો, “હું અને પાદરી એક છીએ.” પહેલી નજરમાં, આ ભગવાન માટેનો દાવો લાગશે નહી. તેમ છતાં, તેમનાં નિવેદનો તરફ યહૂદીઓની પ્રતિક્રિયા તરફ જુઓ, “અમે આમાંથી કોઇ માટે તમને પથ્થર નથી મારી રહ્યા, યહૂદીઓએ જવાબ આપ્યો, પરંતુ ઇશ્વર નિંદા માટે, કારણકે તમે, એક મનુષ્ય માત્ર છો, ભગવાન હોવાનો દાવો કરો છો” (જહોન 10:33). યહૂદીઓ સમઝતા હતા ભગવાનનો દાવો કરવાવાળા ઇસુનાં નિવેદનને. નીચેનાં ફકરાઓમાં, ઇસુએ ક્યારેય યહૂદીઓને સુધાર્યા નહી એ કહીને કે, “હું ભગવાનનો દાવો નથી કરતો. ” એ દર્શાવે છે કે ઇસુ સાચું કહેતા હતા કે તેઓ ભગવાન હતા એ જાહેર કરીને કે, “હું અને પાદરી એક છીએ” (જહોન 10:30). જહોન 8:58 બીજું ઉદાહરણ છે. ઇસુ સ્પષ્ટ કરે છે, “હું તમને સત્ય કહું છું, અબ્રાહમનો જન્મ થયો એ પહેલાનો, હું છું!” ફરીવાર, જવાબમાં, યહૂદીઓએ પથ્થર ઉઠાવ્યા ઇસુને મારવા માટે (જહોન 8:59). યહૂદીઓ ઇસુને પથ્થર મારવા કેમ ઇચ્છતા હતા જો તેઓએ કઇં નથી કહ્યું તેઓને લાગતું હતું કે આ ઇશ્વર નિંદા છે, એટલે કે, ભગવાન હોવાનો દાવો ?

જહોન 1:1 કહે છે કે “શબ્દ હતો ભગવાન.” જહોન 1:14 કહે છે કે “શબ્દ થઇ ગયો છે દેહ.” આ સ્પષ્ટરૂપે દર્શાવે છે કે દેહમાં ઇસુ ભગવાન છે. એક્ટ 20:28 કહે છે કે “ ... ભગવાનનાં દેવળનાં ભરવાડનાં નામે ઓળખાઓ, જે તેઓ તેમનાં પોતાનાં લોહીની સાથે લાવ્યા હતા.” જેઓ તેમનાં પોતાનાં લોહીની સાથે દેવળ લાવ્યા હતા? ઇસુ ખ્રિસ્ત. એક્ટ 20:28 જાહેર કરે છે કે ભગવાને દેવળ ખરીદ્યું હતું તેમનાં પોતાનાં લોહીથી. આથી, ઇસુ ખ્રિસ્ત ભગવાન છે!

શિષ્ય થોમસ ઇસુ વિશે જાહેર કરે છે, “સ્વામી અને મારા ભગવાન” (જહોન 20:28). ઇસુએ તેમને સુધાર્યા નથી. ટીટસ 2:13 આપણા ભગવાન અને ઉદ્ધારક આવી રહ્યા છે આથી આપણને રાહ જોવા માટે પ્રોત્સાહિત કરે છે - ઇસુ ખ્રિસ્ત (2 પીટર 1:1 ને પણ જુઓ). હેબ્ર્યુસમાં 1:8, ઇસુની ઘોષણા પાદરી કરે છે, “પરંતુ પુત્રનાં વિશે તે કહે છે, “તમારું સિંહાસન, ઓ ભગવાન, હંમેશા હંમેશા માટે રહેશે, અને તમારા રાજ્યનાં રાજ્યાધિકારમાં સચ્ચાઇ હશે. ”

એક ચમત્કારમાં, ધર્મપ્રચારક જહોનને એક દેવદૂત નિર્દેશ આપે છે ફક્ત ભગવાનની પૂજા કરવા માટે (રીવીલેશન 19:10). ઘણી વખત ધર્મગ્રંથમાં ઇસુ પૂજા સ્વીકારે છે (મેથ્યુ 2:11; 14:3; 28:9, 17; લ્યુક 24:52; જહોન 9:38). તેઓ ક્યારેય લોકોને વઢતા નહી તેમની પૂજા કરવા માટે. જો ઇસુ ભગવાન ન હતાં, તો તેમણે લોકોને કહી દીધું હોત કે તેમની પૂજા ન કરો, જેમે કે દેવદૂતે રીવીલેશનમાં કહ્યું છે. ધર્મગ્રંથમાં બીજા પણ ઘણા બધા પધ્ય અને ફકરા છે કે જે ઇસુનાં દૈવીય સ્વરૂપ માટે દલીલો પેશ કરે છે.

ઇસુનાં ભગવાન હોવાનું સૌથી મુખ્ય કારણ એ છે કે જો તે ભગવાન નથી, તો તેમની મૃત્યુ પૂરા સંસારનાં પાપોનાં દંડની ચુકવણી કરવા માટે પૂરતી ન હોત (1 જહોન 2:2). ફક્ત ભગવાન જ ચુકવી શકે છે એક અનંત દંડ. ફક્ત ભગવાન જ સંસારનાં પાપોને લઇ શકે છે (2 કોરિનથિયંસ 5:21) , મરવું, અને દફન થઇ જવું – પાપ અને મૃત્યુ પર તેની વિજય સાબિત કરે છે.




John  10
27. મારાં ઘેટાં મારી વાણી સાભળે છે. હું તેઓને ઓળખું છું. અને તેઓ મને અનુસરે છે.
28. હું મારાં ઘેટાંઓને અનંતજીવન આપું છું. તેઓ કદાપિ મૃત્યુ પામશે નહિ. અને કોઈ પણ વ્યક્તિ તેઓને મારાં હાથમાંથી છીનવી શકશે નહિ.
29. મારાં પિતાએ મને મારું ઘેટું આપ્યું. તે દરેક જણ કરતા મહાન છે. કોઈ પણ વ્યક્તિ મારાં પિતાના હાથમાંથી મારાં ઘેટાંને ચોરી શકશે નહિ.
30. હું અને મારાં પિતા એક જ છીએ.” 

31. ફરીથી યહૂદિઓએ ઈસુને મારી નાખવા પથ્થરો હાથમાં લીધા.
32. પરંતુ ઈસુએ તેઓને કહ્યું, “મેં પિતા તરફથી ઘણાં સારા કામો કર્યા છે. તમે તે બધા કામો જોયા છે. તે સારા કામોમાંના કયા કામને કારણે તમે મને મારી નાખો છો?”
33. યહૂદિઓએ ઉત્તર આપ્યો, “તેં કરેલાં કોઈ સારાં કામને લીધે અમે તને મારી નાખતા નથી. પણ તું જે વાતો કહે છે તે દેવની વિરૂદ્ધ છે. તું ફક્ત એક માણસ છે, પરંતુ તું કહે છે કે તું દેવ સમાન છે. તે જ કારણથી અમે તને પથ્થરો વડે મારી નાખવા પ્રયત્ન કરીએ છીએ!”




Luke 5
20. તેઓનો વિશ્વાસ જોઈને ઈસુએ પક્ષઘાતી રોગીને કહ્યું, “મિત્ર, તારા પાપો માફ કરવામાં આવ્યા છે.
21. ફરોશીઓ અને શાસ્ત્રીઓ પણ અંદરો અંદર વિચાર કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, “આ માણસ કોણ છે? આ તે દેવનું અપમાન કહેવાય! પાપમાંથી માફી આપવાનું કામ દેવના સિવાય બીજું કોણ કરી શકે?”
22. પરંતુ ઈસુને ખબર પડી ગઇ કે તેઓ શું વિચારતા હતા, તેણે કહ્યું, “તમારા મનમાં આવા વિચારો કેમ આવે છે?”
23. તારા પાપો માફ થયા છે એમ કહેવું અથવા ચાલ ઊભો થા અને તારી પથારી લઈને ચાલતો થા. એ બેમાં કયું સરળ છે, તેનો વિચાર કરો. પરંતુ તમને ખાતરી થાય તે માટે હું સાબિત કરી બતાવીશ કે પૃથ્વી પર માણસના દીકરાને પાપમાંથી માફી આપવાનો અધિકાર છે. તેથી ઈસુએ પક્ષઘાતી માણસને કહ્યું, “હું તને આજ્ઞા કરું છું ઊઠ! અને તારી પથારી ઊચકીને ઘેર ચાલ્યો જા!”
24 25. પછી તરત જ તે માણસ બધા લોકોની હાજરીમાં ઊભા થયો. તે જે પથારીમાં સૂતો હતો તે ઉપાડીને દેવની સ્તુતિ કરતો કરતો પોતાને ઘેર ચાલ્યો ગયો. 


John 11
39.  ઈસુએ કહ્યું, “આ પથ્થરને દૂર કરો.”માર્થાએ કહ્યું, “પણ પ્રભુ, લાજરસને મરી ગયાને હજુ ચાર દિવસ થયા છે. ત્યાં દુર્ગંધ હશે.” માર્થા મૃત્યુ પામનાર માણસ (લાજરસ)ની બહેન હતી..
40.  પછી ઈસુએ માર્થાને કહ્યું, “યાદ કર મેં તને શું કહ્યું હતું?” મેં કહ્યું, “જો તું વિશ્વાસ કરશે તો પછી તું દેવનો મહિમા જોઈ શકશે.”.
41.  તેથી તેઓએ પ્રવેશદ્વાર પરથી પથ્થર હઠાવ્યો. પછી ઈસુએ ઊંચે જોયું અને કહ્યું, “પિતા, હું તારો આભાર માનું છું. કારણ કે તેં મને સાંભળ્યો..
42.  હું જાણું છું કે તુ મને હંમેશા સાંભળે છે. પરંતુ મેં આ કહ્યું કારણ કે અહીં મારી આજુબાજુ લોકો છે. હું ઈચ્છું છું કે તેઓ વિશ્વાસ કરે કે તેં મને મોકલ્યો છે.”.
43.  ઈસુએ આમ કહ્યા પછી મોટા સાદે પોકાર કર્યો, “લાજરસ બહાર આવ!”.
44.  તે મૃત્યુ પામેલ માણસ (લાજરસ) બહાર આવ્યો. તેના હાથ અને પગ લૂગડાંના ટૂકડાઓથી વીંટળાયેલા હતા. તેનો ચહેરો રૂમાલથી ઢાંકેલો હતો. ઈસુએ લોકોને કહ્યું, “તેના પરથી લૂગડાંના ટૂકડા લઈ લો અને તેને જવા દો.”.
45.  ત્યાં ઘણા યહૂદિઓ મરિયમની મુલાકાતે આવ્યા હતા. આ યહૂદિઓએ ઈસુએ જે કર્યુ તે જોયું અને આ યહૂદિઓમાંના ઘણાએ ઈસુમાં વિશ્વાસ કર્યો.



John 3  love 005
 
16.  હા, દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે તેનો એકનો એક દીકરો આપ્યો. દેવે તેનો દીકરો આપ્યો તેથી તેનામાં દરેક વ્યક્તિ જે વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે..
17.  દેવે તેના દીકરાને દુનિયામાં મોકલ્યો. દેવે તેના દીકરાને જગતનો ન્યાય કરવા મોકલ્યો નથી. દેવે તેના દીકરાને એટલા માટે મોકલ્યો કે તેના દીકરા દ્વારા જગતને બચાવી શકાય..
18.  જે વ્યક્તિ દેવના દીકરામાં વિશ્વાસ રાખે છે, તેનો ન્યાય (અપરાધી) થતો નથી; પણ જે વ્યક્તિ વિશ્વાસ કરતો નથી તેનો ન્યાય થઈ ગયેલ છે, શા માટે? કારણ કે તે વ્યક્તિને દેવના એકના એક દીકરામાં વિશ્વાસ નથી.

John 8
24. તેથી મેં તમને કહ્યું છે કે તમે તમારા પાપોમાં મૃત્યુ પામશો. હા, હું (તે) છું એવો તમે વિશ્વાસ નહિ કરો તો તમે તમારાં પાપોમાં મૃત્યુ પામશો.”

Hebrews 9
27. જેમ માણસ એક જ વાર મરણ પામે છે અને પછી તેનો ન્યાયથાય તેવું નિર્માણ થયેલું છે.
 

1. John 4
10. સાચો પ્રેમ એ દેવનો આપણા પ્રત્યેનો પ્રેમ છે, આપણે દેવ પર પ્રેમ રાખ્યો એમ નહિ. પણ તેણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણાં પાપનું પ્રાયશ્ચિત થવા માટે મોકલ્યો એમાં પ્રેમ છે.

Acts 10
42. “ઈસુએ અમને લોકોને બોધ આપવાનું કહ્યું અને સાક્ષી આપો કે દેને એને જ જીવતાંનો તથા મૂએલાંનો ન્યાયાધીશ તરીકે પસંદ કરેલ છે..
43. પ્રત્યેક વ્યક્તિ જે ઈસુમાં વિશ્વાસ રાખે છે તેને પાપની માફી મળશે. દેવ ઈસુના નામે તે લોકોના પાપ માફ કરશે. બધા જ પ્રબોધકો કહે, આ સાચું છે.”

John 14
6. ઈસુએ ઉત્તર આપ્યો, “હું માર્ગ છું. હું સત્ય છું અને જીવન છું. પિતા પાસે જવાનો માર્ગ ફક્ત મારા દ્વારા છે.

Luke 24
33. પછી તે બંને માણસો ઊભા થયા અને યરૂશાલેમ પાછા ફર્યા. યરૂશાલેમમાં તેઓએ ઈસુના શિષ્યોને ભેગા થયેલા જોયા. અગિયાર પ્રેરિતો અને પેલા લોકો જે તેઓની સાથે હતા.   
34. તેઓએ કહ્યું કે, “પ્રભુ, ખરેખર મૃત્યુમાંથી ઊઠ્યો છે! તેણે પોતે સિમોનને દર્શન આપ્યા છે.”   
35. પછી તે બે માણસોએ રસ્તા પર જે કંઈ બન્યું હતું તે બધું કહ્યું. જ્યારે ઈસુએ રોટલીના ટુકડા કર્યા ત્યારે તેઓએ ઈસુને કેવી રીતે ઓળખ્યો તે વિષે પણ વાત કરી.   
36. જ્યારે તે બે માણસો આ વાત કહેતા હતા, ઈસુ પોતે શિષ્યોના સમૂહમાં ઊભો રહ્યો. ઈસુએ કહ્યું કે, “તમને શાંતિ થાઓ.”   
37. શિષ્યો આશ્ચર્ય પામ્યા. તેઓ ગભરાઇ ગયા. તેઓએ વિચાર્યું કે તેઓ ભૂત જોઈ રહ્યા હતા.   
38. પણ ઈસુએ કહ્યું કે, “તમે કેમ ગભરાઓ છો? તમે જે જુઓ છો તેમાં શંકા શા માટે કરો છો?   
39. મારા હાથો અને પગો તરફ જુઓ. તે ખરેખર હું જ છું! મને સ્પર્શ કરો. તમે જોઈ શકશો કે મારી પાસે જીવંત શરીર છે; ભૂતને આના જેવું શરીર હોતું નથી.”   
40. ઈસુએ તેઓને આમ કહ્યા પછી તેણે તેઓને તેના હાથોના અને પગોના ઘા બતાવ્યાં.   
41. શિષ્યો આનંદથી આશ્ચર્યમાં પડી ગયા હતા. ઈસુ જીવતો હતો તે જોઈને તેઓ ખૂબ ખૂબ પ્રસન્ન થયા. હજુ તેઓએ જે જોયું તે માનવા તેઓ તૈયાર નહોતા. ઈસુએ તેઓને કહ્યું કે, “અહી તમારી પાસે કંઈ ખાવાનું છે?”   
42. તેઓએ તેને એક રાંધેલી માછલીનો ટુકડો આપ્યો.   
43. જ્યારે શિષ્યો જોતા હતા ત્યારે ઈસુએ માછલી લીધી અને તે ખાધી. 
44. ઈસુએ તેઓને કહ્યું કે, “યાદ કરો જ્યારે હું તમારી સાથે હતો ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોનાં પુસ્તકોમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી જે લખેલું છે તે બધું થવું જોઈએ.”   
45. ઈસુએ ધર્મલેખો શિષ્યોને સમજાવ્યા. ઈસુએ તેના વિષે લખેલી વાતો સમજાવવામાં તેમને મદદ કરી.   
46. પછી ઈસુએ તેઓને કહ્યું કે, “તે લખેલું છે કે ખ્રિસ્તને મારી નાખવામાં આવશે અને ત્રીજા દિવસે તે મૃત્યુમાંથી ઊઠશે.   
47. તમે આ બધું થતા જોયું-તમે સાક્ષી છો. તમારે લોકોને જઇને કહેવું જોઈએ કે તેઓના પાપો માફ થઈ શકશે. તેઓને કહો કે તેઓએ પસ્તાવો કરવો જોઈએ અને તેઓનાં પાપો માટે દિલગીર થવું જોઈએ. જો તેઓ આમ કરશે, તો દેવ તેઓને માફ કરશે. તમારે યરૂશાલેમથી શરુંઆત કરવી જોઈએ અને મારા નામે આ બાબતનો ઉપદેશ આપવો જોઈએ. આ સુવાર્તા દુનિયાના બધા લોકોને કહેવી જોઈએ.
 48 49. ધ્યાનથી સાંભળો! મારા બાપે તમને જે વચન આપેલ છે તે હું તમને મોકલીશ. પણ જ્યાં સુધી તમે આકાશથી પરાક્રમે વેષ્ટિત થાઓ ત્યાં સુધી તમારે યરૂશાલેમમાં રહેવું જોઈએ.”
50. ઈસુ તેના શિષ્યોને યરૂશાલેમની બહાર લગભગ બેથનિયા લઈ ગયો. ઈસુએ તેના હાથ ઊંચા કર્યા અને તેના શિષ્યોને આશીર્વાદ આપ્યા.
51. જ્યારે ઈસુ તેઓને આશીર્વાદ આપતો હતો ત્યારે તેઓથી તે છૂટો પડ્યો અને આકાશમાં લઈ જવામાં આવ્યો.
52. શિષ્યોએ તેનું ભજન કર્યુ. તેઓ યરૂશાલેમમાં પાછા ફર્યા. તેઓ ખૂબ પૂર્ણ આનંદિત હતા.
53. તેઓ બધો જ સમય દેવની સ્તુતિ કરતાં, મંદિરમાં રહ્યા. 

INDIA - Gujarati, Hindi, Bangla, Oryia, Punjabi, Nepali...etc   AUDIO 
 

http://etabetapi.com/read/gunt/John/1      `ઈશ્વરની શબ્દ


રેવિલેશન 21
8. પણ તે લોકો જે કાયર છે, જેઓ માનવાની ના પાડે છે, જે ભયંકર કામો કરે છે. જે હત્યા કરે છે, જે વ્યભિચારનાં પાપો કરે છે, જે દુષ્ટ જાદુ કરે છે, જે મૂર્તિ પૂજા કરે છે, અને જે જૂઠું બોલે છે, તે બધા લોકોને સળગતાં ગંધકની ખાઈમાં જગ્યા મળશે. આ જ બીજું મરણ છે.”

મેથ્યુ 5
11. “તમે મારા શિષ્યો છો માટે લોકો તમારા વિષે ખરાબ બોલે, તમારી ઉપર જુલ્મ ગુજારે કે તમારા વિરૂદ્દ જુઠ્ઠાણું લાવે તો પણ તમને ધન્ય છે.
12. ખૂબજ પ્રસન્ન રહો અને આનંદમાં રહો કારણ આકાશમાં તમને ખૂબજ મોટો બદલો મળશે. યાદ રાખજો કે તમારી અગાઉના પ્રબોધકો ઉપર જુલ્મ ગુજારાયો હતો.


જહોન 20
31. છતાં આ વાતો લખી છે તેથી તમે વિશ્વાસ કરો કે ઈસુ જ ખ્રિસ્ત છે, દેવનો દીકરો છે. પછી, વિશ્વાસ કરવાથી, તેના નામ દ્વારા તમે જીવન પ્રાપ્ત કરી શકશો.

ઉત્પત્તિ 1
26. પછી દેવે કહ્યું, “હવે આપણે મનુષ્ય બનાવીએ, જે આપણી પ્રતિમાંરૂપ અને આપણને મળતો આવતો હોય; જે સમુદ્રમાંનાં માંછલાં પર, અને આકાશમાંનાં પક્ષીઓ પર શાસન કરે. તે પૃથ્વીનાં બધાં પ્રાણીઓ અને નાનાં પેટે ચાલનારાં જીવો પર શાસન કરે.”

Psalms 94
11. યહોવા સારી રીતે જાણે છે કે માનવજાતના વિચારો કેવાં વ્યર્થ અને મર્યાદિત છે!